Gandhinagar News/ સેક્ટર 4માં મકાનમાં જોરદાર બ્લાસ્ટ, આગ ઓલવવા જતાં 4 ફાયર ફાઈટર્સ ઘાયલ
Gandhinagar Massive blast in a building, 4 firefighters rushed to extinguish the fire | Gandhinagar Blast News : ગાંધીનગરથી એક ચોંકાવનારા અહેવાલ સામે આ
Gandhinagar Blast News : ગાંધીનગરથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યાં છે. અહીં સેક્ટર 4 વિસ્તારમાં જોરદાર બ્લાસ્ટ થતાં આગ ઓલવવા આવેલા 4 ફાયર ફાઈટર્સ ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. તેમની હાલતને જોતાં તાત્કાલિક ધોરણે તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના રાતે લગભગ 12:30 વાગ્યે બની હતી. જેની જાણકારી મળતાં જ સ્થાનિક રહીશોએ તાત્કાલિક ઈમરજન્સી રિસ્પોન્સ ટીમને જાણ કરી હતી.
આગ લાગી હોવાની જાણકારી મળી હતી... આ મામલે ફાયર ફાઈટર્સ વિભાગના અધિકારીએ કહ્યું કે અમને ગાંધીનગરના સેક્ટર 4(Sector 4 of Gandhinagar) માં રહેણાંક વિસ્તારમાં આગ(Fire) લાગી હોવાની જાણકારી આપતો એક કોલ આવ્યો હતો જેના પર ત્વરિત કાર્યવાહી કરતાં ટીમને રવાના કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચતા જ ટીમ દ્વારા આગ ઓલવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવતા જ મકાનમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેની લપેટમાં ફાયર ફાઈટર્સ ટીમના સભ્યો આવી ગયા હતા. ચારેયની હાલત અત્યારે ગંભીર જણાવાઈ રહી છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.
ફાયરબ્રિગેડના અધિકારીઓનું શું કહેવું છે? ફાયરબ્રિગેડના અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર ગાંધીનગર સેક્ટર 4 A ના ગાર્ડન પાસે જાહેર શૌચાલયની પાછળ એક ઝૂંપડું હતું. ત્યાં ગેસનો બાટલો ફાટ્યો હતો. આગ અગાઉ લાગેલી હતી અને 4 ફાયર મેન બચાવ કામગીરીમાં લાગ્યા હતા. આ 4 ફાયરમેન જ્યારે બચાવ કામગીરી માટે અંદર ઝૂંપડા તરફ આગળ વધ્યા ત્યારે આગને કારણે ગેસનો બાટલો ફાટ્યો હતો. ફાયર બ્રિગેડના 4 કર્મચારીઓ આ દરમિયાન 50 ટકા જેટલા દાઝી ગયા હતા.




