ગાંધી આશ્રમ રોડ આ તારીખથી કાયમ માટે થઈ જશે બંધ, અવરજવર માટે નવો માર્ગ શરૂ કર્યો
અમદાવાદ શહેરના ગાંધી આશ્રમ રોડથી અવર-જવર કરતા લોકો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. હાલ સાબરમતી આશ્રમનું નવીનીકરણ

અમદાવાદ શહેરના ગાંધી આશ્રમ રોડથી અવર-જવર કરતા લોકો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. હાલ સાબરમતી આશ્રમનું નવીનીકરણ ચાલી રહ્યું છે, જે વર્ષ 2026માં પૂર્ણ થાય તેવો અંદાજ છે. તારીખ 9 નવેમ્બર, 2024 બાદથી ગાંધી આશ્રમ રોડ કાયમી માટે બંધ થઈ જશે. જોકે, આ માર્ગ બંધ થતા પહેલા અન્ય રસ્તો શરૂ કરવામાં આવ્યો છે. જે રસ્તા દ્વારા લોકો ગાંધી આશ્રમ જઈ શકશે.
મળતી માહિતી અનુસાર, નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં રાજ્ય સરકાર સાથે ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ અંગે બેઠક યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અધિકારીઓ સહિત આશ્રમના સત્તાધીશો હાજર રહેશે.




