મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Chhotaudepurની ભારજ નદીના ધોવાયેલા ડાયવર્ઝનમાં કોન્ટ્રાક્ટરને બચાવવાનો ખેલ

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે ભારજ નદીનું ડાયવર્ઝન 10 વર્ષની વોરંટી પીરી

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે ભારજ નદીનું ડાયવર્ઝન 10 વર્ષની વોરંટી પીરીયડમાં છે. છતાંય નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓ ડાયવર્ઝન રિપેરિંગ કરાવવા માટે એજન્સી પાસે કામગીરી કરાવતા નથી. છોટાઉદેપુર જિલ્લાના  પાવીજેતપુર પાસે ભારજ નદીનું ડાયવર્ઝન નિયતિ કન્ટ્રકશન વડોદરાની 4 કરોડ 25 લાખના ખર્ચે ટેન્ડર આપવામાં આવ્યું હતું. તે ડાયવર્ઝન બે જ માસમાં ધોવાઈ જતા છોટાઉદેપુર મધ્યપ્રદેશ અને વડોદરાનો રસ્તો બંધ થઈ ગયો છે. 10 લાખ લોકો આ ડાયવર્ઝન ધોવાતા હેરાન પરેશાન થતા છે. ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદ વોરંટી પીરીયડમાં ડાયવર્ઝન હોવા છતાંય કામગીરી કરાવતા નથી. નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓ આ બાબતે કાંઇ બોલવા તૈયાર નથી.જે ટેન્ડર નેશનલ હાઈવે 56 વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ટેન્ડરનો શરતોમાં 10 વર્ષની વોરંટીનો ક્લોઝ આઇટમ નંબર ત્રણમાં લખવામાં આવ્યું છે. ત્યારે અધિકારીઓ ડાયવર્ઝન નિયતિ કન્ટ્રકશન પાસે કેમ બનાવતા નથી. તે સવાલો ઉઠી રહ્યા છે ભ્રષ્ટાચારી એજન્સીને અધિકારીઓ બચાવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો