VIDEO : નીટ પેપર લીક મુદ્દે પૂર્વ સાંસદ અમીબેન યાજ્ઞિકનો સરકાર પર પ્રહાર
નીટ પેપર લીક મુદ્દે કોંગ્રેસના પૂર્વ સાંસદ અમીબેન યાજ્ઞિકે સરકાર પર આકરા પ્રહારો

નીટ પેપર લીક મુદ્દે કોંગ્રેસના પૂર્વ સાંસદ અમીબેન યાજ્ઞિકે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે, પરંતુ સરકાર તેમની જરૂરિયાતો અંગે વાત કરતી નથી. વાલીઓ પેટે પાટા બાંધીને બાળકોને ભણાવે છે, છતાં કૌભાંડો અને ગેરરીતિઓના કોઈ રિપોર્ટ બહાર આવતા નથી. દેશમાં શિક્ષણનું બજેટ 1.40 લાખ કરોડ છે, જેમાંથી 1.32 લાખ કરોડ નીટ પરીક્ષામાં ખર્ચાયા હોવા છતાં પારદર્શિતાનો અભાવ છે. સરકાર શિક્ષણના સાચા આંકડા છુપાવે છે. અમીબેને માંગ કરી છે કે ગુજરાત સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટેની યોજનાઓ જાહેર કરે અને કેન્દ્ર સરકાર નીટ મામલે ચોખ્ખા તેમજ સચોટ જવાબો આપે.




