મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે નિધન

ગુજરાતના પૂર્વ વનમંત્રી અને આદિવાસી સમાજના અગ્રણી નેતા મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે

તસવીર: gstv

ગુજરાતના પૂર્વ વનમંત્રી અને આદિવાસી સમાજના અગ્રણી નેતા મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેમના નિધનથી છોટાઉદેપુર જિલ્લામાં શોકની લહેર છવાઈ ગઈ છે. પાવીજેતપુરમાં અંતિમ યાત્રામાં આદિવાસી સમાજ અને રાજકીય આગેવાનોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. 1965માં સરપંચ તરીકે રાજકારણમાં પ્રવેશેલા મોહનસિંહ રાઠવા 10 વખત ધારાસભ્ય રહ્યા હતા. તેમણે વન, પંચાયત અને મત્સ્યોદ્યોગ મંત્રી તરીકે આદિવાસી વિસ્તારના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમના પુત્ર રાજેન્દ્ર રાઠવા વર્તમાન ધારાસભ્ય છે.

આ સમાચાર શેર કરો