VIDEO: ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા વિવાદિત વીડિયોને કારણે ચર્ચામાં, 'સવા લાખમાં કામ થઈ જશે'
રાજ્યના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, રાજકોટમાં ભાજપન
રાજ્યના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા એક વિવાદિત વીડિયોને કારણે ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ કથિત સ્ટિંગ ઓપરેશનમાં પૂર્વ કોર્પોરેટર ગેરકાયદે બાંધકામ મામલે નાણાંની લેતી-દેતી અંગે વાતચીત કરતા નજરે પડે છે.
વીડિયો ઉતારનાર વ્યક્તિ 60 હજારમાં પતાવટની વાત કરે છે
વીડિયોમાં જોઈ શકાય છે કે, વીડિયો ઉતારનાર વ્યક્તિ 60 હજારમાં પતાવટની વાત કરે છે, જ્યારે પૂર્વ કોર્પોરેટર સવા લાખ રૂપિયાની માંગ પર અડગ જોવા મળે છે. જોકે આ વીડિયો કયા વોર્ડ કે કઈ જગ્યાનો છે તે હજુ સ્પષ્ટ થયું નથી.જોકે GSTV આ વાયરલ વિડીયોની પૃષ્ટિ કરતું નથી.




