મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પાંચ વર્ષનું બાળક ગમી જતા કરી લીધું અપહરણ, અમદાવાદથી આ રીતે માસૂમને કરાવાયું મુક્ત

સુરતમાં રથયાત્રા અગાઉ કતારગામમાંથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. રસ્તા પરની ફૂટપાથ પ

સુરતમાં પાંચ વર્ષનું બાળક ગમી જતા કરી લીધું અપહરણ, અમદાવાદથી આ રીતે માસૂમને કરાવાયું મુક્ત

સુરતમાં રથયાત્રા અગાઉ કતારગામમાંથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. રસ્તા પરની ફૂટપાથ પર રહેતા બાળકને ભંગાર વિણવાનું કામ કરનારે ઉપાડી લીધું હતું. આ બાળકને અપહરણ કરી લેવાયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં બાળકને મુક્ત કરાવવામાં આવ્યું હતું.

રેલવે પોલીસે અપહરણકારને ઝડપી લીધો

કતારગામમાં પાંચ વર્ષના બાળકનું અપહરણ થયું હતું. ભંગાર વિણતા શખ્સે અપહરણ કર્યું હતું. ફૂટપાથ પર રહેતુ બાળક ગમી જતા આરોપીએઅપહરણ કર્યું હતું. અમદાવાદ રેલવે પોલીસે અપહરણકર્તાને દબોચી લીધો હતો. પોલીસે બાળકને મુક્ત કરાવ્યું હતું. 32 વર્ષીય દીપક બાબુરાવ ઇંગ્લેની પોલીસે ધરપકડ કરીને બાળકને મુક્ત કરાવવામાં આવ્યું છે.

અમદાવાદથી બાળકને લવાયું

કતારગામમાં ફૂટપાથ પરથી ગુમ થયેલા 5 વર્ષના બાળકને કતારગામ પોલીસે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી આરોપીને પકડી પાડી બાળકને તેના ચુંગલમાંથી છોડાવ્યો છે. આરોપી ભંગાર વિણવાનું કામ કરે છે. બાળકને લેવા માટે સુરત પોલીસ અમદાવાદથી લઈ આવી હતી.

આ સમાચાર શેર કરો