મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉમરગામ પાલિકાની પ્રથમ સભા ભારે તોફાની: વિપક્ષે ભ્રષ્ટાચારના પોટલા ખોલતા શાસક પક્ષ બેકફૂટ પર

વલસાડની ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકાની પ્રથમ

વલસાડની ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ ખુશબૂબેન જાદવની અધ્યક્ષતામાં ભારે ગરમાગરમી વચ્ચે યોજાઈ હતી. સભામાં કારોબારી સહિતની સમિતિઓની રચના કરાઈ હતી, પરંતુ ગત ટર્મના ભ્રષ્ટાચારના મુદ્દે વિપક્ષ શાસકો પર હાવી થયો હતો.વિપક્ષે શિવમ સિક્યોરિટી અને વોચમેનના નામે ભૂતપૂર્વ કોર્પોરેટરને થતા લાખોના ખોટા ચૂકવણાના પુરાવા રજૂ કર્યા હતા, જેથી સત્તાધીશોએ આ ચૂકવણા બંધ કર્યા હોવાની કબૂલાત કરવી પડી હતી. નવા સીસી રોડના ભ્રષ્ટાચાર મામલે ઘેરાયેલા ભાજપના કોર્પોરેટરો સભા છોડી ભાગવા જતા વિપક્ષે જમીન પર બેસી રોષ ઠાલવ્યો હતો, જેનાથી શાસક પક્ષ મૂંઝવણમાં મુકાયો હતો.

આ સમાચાર શેર કરો