VIDEO : વિરમગામમાં ગમખ્વાર અકસ્માત! ટ્રેલરની ટક્કરે મહિલાનું મોત
સોર્સ : GSTV
વિરમગામના હાસલપુર બાયપાસ સર્કલ પાસે ટ્રેલર અને લોડિંગ રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. ત્રિરંગા સર્કલથી અમદાવાદ હાઈવે તરફ જતા સુરેન્દ્રનગર બાયપાસ પાસે અમદાવાદ તરફથી આવતા ટ્રેલરે પેસેન્જર ભરેલી લોડિંગ રીક્ષાને ટક્કર મારી હતી. અકસ્માતમાં રીક્ષામાં બેઠેલી 54 વર્ષીય ઠાકોર રાજુબેન મનુભાઈનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે આશાબેન, જીજાબેન અને પ્રવિણાબેનને ઇજા પહોંચી હતી. ઘાયલોને વિરમગામની શિવ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધી હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. અકસ્માત બાદ ટ્રેલર રોડ સાઈડ ઉતરી ગયું હતું. રૂરલ પોલીસે ટ્રાફિક નિયંત્રણ કરી વધુ તપાસ હાથ ધરી છે.

