મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વાલોડમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સતત વરસી રહેલા વરસાદને પગલે સીમ વિસ્તારના ખેતરો પાણી-પાણી થઈ ગયા છે. આકાશી ખેતી એટલે કે

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સતત વરસી રહેલા વરસાદને પગલે સીમ વિસ્તારના ખેતરો પાણી-પાણી થઈ ગયા છે. આકાશી ખેતી એટલે કે સંપૂર્ણપણે વરસાદ પર નિર્ભર રહેતા સ્થાનિક ખેડૂતોમાં આ મેઘમહેરથી ભારે રાહત જોવા મળી રહી છે.ખાસ કરીને વાલોડ પંથકમાં મુખ્ય ગણાતા ડાંગરના પાકની રોપણી માટે આ પાણી ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થતાં ધરતીપુત્રોમાં આનંદની લહેર દોડી ગઈ છે. ખેડૂતો હવે ઉત્સાહભેર વાવણી અને રોપણીના કામોમાં જોતરાયા છે.

આ સમાચાર શેર કરો