Suratમાં નકલી વાહન ટ્યુબનું કૌભાંડ ઝડપાયું, મિલ માલિક વિરુદ્ધ નોંધાયો ગુનો
સુરતના અરેઠ તાલુકાના હરિયાલ GIDCમાં આવેલી મેક્સોન રબર ઇન્ડસ્ટ્રીઝમાંથી અસલીના નામે નકલી વ

સુરતના અરેઠ તાલુકાના હરિયાલ GIDCમાં આવેલી મેક્સોન રબર ઇન્ડસ્ટ્રીઝમાંથી અસલીના નામે નકલી વાહન ટ્યુબ વેચાતી હોવાનો ખુલાસો થયો છે. નકલી ટ્યુબને હોન્ડા અને CAT જેવી પ્રખ્યાત કંપનીઓના પ્લાસ્ટિક બેગમાં ભરી વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે દરોડા દરમિયાન કંપનીના પ્રિન્ટવાળી લોખંડની ડાય પણ કબ્જે કરી છે. મિલમાંથી 4.70 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મિલ માલિક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.




