મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar news: મહેતા માર્કેટમાં 10થી વધુ દુકાનોમાં બનાવટી તેલ, એક્સપાયરી ડેટવાળા ડબ્બા જપ્ત

સુરેન્દ્રનગર શહેરમાં આવેલી જાણીતી મહેતા માર્કેટમાં ઘણા સમયથી બનાવટી ખાદ્યતેલ વેચાણ થતુ

Surendranagar news: મહેતા માર્કેટમાં 10થી વધુ દુકાનોમાં બનાવટી તેલ, એક્સપાયરી ડેટવાળા ડબ્બા જપ્ત

સુરેન્દ્રનગર શહેરમાં આવેલી જાણીતી મહેતા માર્કેટમાં ઘણા સમયથી બનાવટી ખાદ્યતેલ વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠી હતી. તેમજ બાતમીના આધારે પુરવઠા અધિકારીએ તેલના અને અનાજ વેપારીઓની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 10થી વધુ દુકાનોમાં ડુપ્લિકેટ તેલ અને એક્સપાયરી ડેટ વાળા ડબ્બા સીઝ કરાયા હતા.  

સુરેન્દ્રનગરમાં મહેતા માર્કેટમાં પુરવઠા વિભાગે અચાનક જ દરોડાની કાર્યવાહી હાથ ધરતા અનાજ અને તેલના ડબ્બા વેચતી દુકાનોમાં તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચોટીલા ડેપ્યુટી કલેકટરને પુરવઠા વિભાગનો ચાર્જ આપતા તેલ વેચાણ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. આકસ્મિક દરોડાને પગલે મહેતા માર્કેટમાં ચકચાર મચી જવા પામી હતી.

 અચાનક પુરવઠા વિભાગનું ચેકિંગ હાથ ધરાવત ડિસ્કો તેલ વેચતા વેપારીઓ દુકાનો બંધ કરી નાસી છૂટ્યા હતા. જેને પગલે ડુપ્લીકેટ તેલ વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

આ સમાચાર શેર કરો