મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બાપુનગરમાં વેપારી પાસે ખંડણી માગનાર બોગસ પત્રકાર ઝડપાયો

અમદાવાદ શહેરમાં પત્રકાર તરીકેની ઓળખ આપી, વેપારીને ડર બતાવી ખંડણી માગનાર બે નકલી પત્

બાપુનગરમાં વેપારી પાસે ખંડણી માગનાર બોગસ પત્રકાર ઝડપાયો

અમદાવાદ શહેરમાં પત્રકાર તરીકેની ઓળખ આપી, વેપારીને ડર બતાવી ખંડણી માગનાર બે નકલી પત્રકારો ઝડપાયા છે. વેપારીએ હિંમત દાખવી બને શખસો વિરુદ્ધ  પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. કોર્પોરેશનની મંજુરી વગળ બાંધકામ કરવામાં આવી રહ્યાનું જણાવી રૂપિયા 51 હજારની માંગણી કરી હતી. 

જણાવી દઈકે અમદાવાદના બાપુનગરમાં એક વેપારીએ કોર્પોરેશનની મંજૂરી વિના બાંધકામ કર્યાની ધમકી આપી હતી. વધારાનું બાંધકામ કેમ કરો છો. જો તમે મને 51 હજાર રૂપિયા નહીં આપો તો હું તમારું આ કામ અટકાવી દઈશ. એમ કહીને મિત્ર સાથે તોડ કરવા આવ્યો હતો. પોલીસ ફરિયાદ બાદ રઘુવીરસિંહ તેમજ રમેશ પટેલની બાપુનગર પોલીસે ધરપકડ કરી છે. બાપુનગર પોલીસે ફરિયાદ નોધી આરોપીને ઝડપી સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. 

આ સમાચાર શેર કરો