મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પંચમહાલ: જિલ્લા ભાજપ પ્રમુખનું કોકડું ગુંચવાયેલું, સાંસદ અને ધારાસભ્યો વચ્ચેની જૂથબંધીનો કકળાટ ચરમસીમાએ

ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખથી માંડી જિલ્લા અને શહેરોના પ્રમુખ પસંદ કરવાની કવાયત ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય નેતાગી

પંચમહાલ: જિલ્લા ભાજપ પ્રમુખનું કોકડું ગુંચવાયેલું, સાંસદ અને ધારાસભ્યો વચ્ચેની જૂથબંધીનો કકળાટ ચરમસીમાએ

ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખથી માંડી જિલ્લા અને શહેરોના પ્રમુખ પસંદ કરવાની કવાયત ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય નેતાગીરીને ભાજપની આંતરિક સ્થિતિની ખરી સેન્સ મળશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં ગુજરાત ભાજપમાં નવા સંગઠનની રચનાનો તખ્તો ગોઠવાઈ ચૂક્યો છે.

પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મામલે ખેંચતાણ

પાલિકા અને પંચાયતોની ચૂંટણી જીતવા ભાજપે સંગઠનની કામગીરી સંભાળી શકે તેવા નવા ચહેરાઓને જિલ્લા અને શહેરની કમાન સોંપવાની તૈયારી કર્યાની આંતરિક ચર્ચા વચ્ચે ભાજપમાં શહેર અને જિલ્લાના પ્રમુખ બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો છે. ત્યારે આ વચ્ચે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મામલે હજું ખેંચતાણ જોવા મળી રહી છે. 

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: પાટડી ITI કોલેજના પ્રિન્સિપાલને ચપ્પા મારનાર બે વિદ્યાર્થીઓને કોર્ટે ફટકારી દસ વર્ષની સજા

સાસંદ અને ધારાસભ્યો વચ્ચેની જૂથબંધીનો કકળાટ

પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખનું કોકડું હજુ પણ ગુંચવાયેલુ જોવા મળી રહ્યું છે. સાસંદ અને ધારાસભ્યો વચ્ચેની જૂથબંધીના કારણે નામ જાહેર કરવામાં વિલંબ થતો હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા જોવા મળી રહી છે.પંચમહાલમાં જીલ્લા ભાજપ પ્રમુખ માટે 39 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. રીપીટ અને નો રીપીટ થિયરી વચ્ચે નેતાઓએ પોતાના માનીતા ચહેરાઓની પણ દાવેદારી નોંધવામા આવી હતી.

આ સમાચાર શેર કરો