લ્યો બોલો! રાજ્યની આ યુનિવર્સિટીમાંથી મળી આવી ખાલી દારૂની બોટલો
આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ અવારનવાર દારૂ પકડાય છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુ

આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ અવારનવાર દારૂ પકડાય છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે. જેના કારણે ફરી એકવાર યુનિવર્સિટી વિવાદમાં આવી છે.
પાટણ જિલ્લામાં આવેલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કમ્પાઉન્ડમાં NSUI દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. યુનિવર્સિટીના રેસ્ટ હાઉસ પરિસરમાંથી અસંખ્ય દારૂની ખાલી બોટલો મળી આવી હતી.
બીજી તરફ દારૂની ખાલી બોટલો મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે. શિક્ષણના ધામમાં કોણ લાવે છે દારૂ. કોણ દારૂ પીવે છે. વિદેશી દારૂની ખાલી બોટલો એનએસયુઆઈને દેખાઈ તો કુલપતિને કેમ નહીં? શું આ અંગે યોગ્ય કાર્યવાહી કરી જવાબદારો સામે કાર્યવાહી કરાશે અને કરાશે તો ક્યારે? તેવા અનેક સવાલો થઈ રહ્યા છે.






