વડોદરામાં વીજ કર્મચારીનું લાઈન રિપેરિંગ દરમિયાન કરંટ લાગવાથી મોત
વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક વીજ કર્મચારીનું વીજ લાઈન રિપેરિંગ દરમ

વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક વીજ કર્મચારીનું વીજ લાઈન રિપેરિંગ દરમિયાન મોત થયું હતું. વડોદરામાં સુભાનપુરા રોડ ઝાંસી કી રાણી સર્કલ નજીક આ ઘટના બની હતી. જેમાં વીજ થાંભલા પર લાઈન બંધ કરીને કામ કરતા GEBના કોન્ટ્રાકટ પર કામ કરતા ધર્મેન્દ્રભાઈ હસમુખભાઈ જયસ્વાલને કરંટ લાગ્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : સુરત મહાનગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી, ક્યાંક રિક્ષા ખાબકી તો ક્યાંક 2 વર્ષનું બાળક!
GEBમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને વિજ લાઇન રિપેરિંગની કામગીરી દરમિયાન થાંભલા પર જ કરંટ લાગતા જીવ ગયો હોવાની ચર્ચા થઈ રહી છે. કામગીરી દરમિયાન વીજ લાઈન બંધ હતી કે ચાલુ હતી, કે પછી લાઈન બંધ કર્યાં વગર થાંભલા પર ચઢ્યા જેથી કરંટ લાગ્યો તે હવે તપાસનો વિષય છે.




