મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સાથે પોલીસની સાઠગાંઠ મુદ્દે સામે આવ્યું DYSPનું નિવેદન, જાણો શું કહ્યું

સુરેન્દ્રનગરમાં તાજેતરમાં પ્રાંત અધિકારી દ્વારા સ્ટીંગ ઓપરેશન કરી ખનિજ માફિયાઓ સાથે લીંબડી અને સુર

સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સાથે પોલીસની સાઠગાંઠ મુદ્દે સામે આવ્યું DYSPનું નિવેદન, જાણો શું કહ્યું

સુરેન્દ્રનગરમાં તાજેતરમાં પ્રાંત અધિકારી દ્વારા સ્ટીંગ ઓપરેશન કરી ખનિજ માફિયાઓ સાથે લીંબડી અને સુરેન્દ્રનગર DYSPના સાંઠગાંઠના આક્ષેપોને મામલે અંતે પોલીસે મૌન તોડ્યું છે. ખુદ ચોટીલા પ્રાંત અધિકારીએ બન્ને ડિવિઝનના DYSPઓના નામથી ખનીજ માફિયાઓ સાથેની વાતચીતનું રેકોર્ડિગ વાઈરલ કર્યું છે. DYSP વી.બી.જાડેજાએ નિવેદન આપતાં જણાવ્યું કે, ચોટીલા પ્રાંત અધિકારી આક્ષેપો કરે છે પુરાવા ન હોય તો આક્ષેપ ન કરવા જોઈએ.

DYSP વી.બી.જાડેજાએ કહ્યું કે, ખનીજ માફિયાઓ સાથે જે વાતચીત કરવા માટે જે નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અમારી ઓફિસના નંબર નથી. ખુદ પ્રાંત અધિકારીએ ત્રણ મોબાઈલ જપ્ત કરી અને તે મોબાઇલમાં DYSPઓના નામથી સેવ કરેલા નંબરની વાતચીતની ઓડિયો કલીપ વાઈરલ કરી છે. પ્રાંત અધિકારી ખોટા નિવેદનોથી દૂર રહે અને સાચી તપાસ કરી ત્યારબાદ નિવેદનો આપે.ખનીજ માફિયાઓ સાથે સાઠગાંઠ મુદ્દે પોલીસ અને પ્રશાસન સામસામે આવી ચડ્યાં છે.

લીંબડી DYSP વિશાલ રબારીનું નિવેદન પણ સામે આવ્યું 

તો આ મામલે પ્રાંત અધિકારીના નિવેદન બાદ સમગ્ર મુદ્દે 2 DYSPની ઇન્કાયરી તપાસ શરૂ કરાઈ છે જેમાં DYSP નિકુંજ પટેલને તપાસની જવાબદારી સોંપાઈ છે. આ મામલે લીંબડી DYSP વિશાલ રબારીનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે, જે ઓડિયો ક્લિપ ખનિજ માફિયાઓ સાથેની પ્રાંત અધિકારીએ વાઇરલ કરી છે એ મારી છે જ નહીં. જે ખનિજ માફિયાઓ સાથે વાતચીત કરવામાં આવે છે તે નંબર પણ મારો નથી. લીંબડી અને સુરેન્દ્રનગરના બે DYSP સામે ઈનકવાયરી તપાસ સોંપવામાં આવી છે. પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ જ DYSPના નામથી સેવ કરેલા નંબરની ઓડિયો ક્લિપ વાઈરલ  કરી છે. ખનીજ માફિયાઓ સાથે પોલીસનો શું સંબંધ તે દિશામાં હજુ આગળ તપાસ કાર્યરત છે.

આ સમાચાર શેર કરો