સુરેન્દ્રનગરમાં પ્રાંત અધિકારીએ સ્ટીંગ ઓપરેશન કરી પોલીસ અને ખનિજ માફિયાની મિલીભગતનો ભાંડો ફોડ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખનિજ માફિયાઓનો આતંક સામે આવી રહ્યો હતો. જેને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખનિજ માફિયાઓનો આતંક સામે આવી રહ્યો હતો. જેને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ સાથે પોલીસની સાંઠગાંઠનો મામલો ખુદ પ્રાંત અધિકારીએ સ્ટીંગ ઓપરેશન કરીને ભાંડો ફોડ્યો છે. રસ્તા પર દોડતા ખનિજથી ભરેલા ડમ્પરો પોલીસ જ કઢાવતી હોવાનો ભાંડો ખુદ પ્રાંત અધિકારીએ ફોડ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નજીક ગેરકાયદેસર ખનિજ વહન કરતા ડમ્પરોનું ચેકિંગ હતું. તે દરમિયાન ‘રણજીત અને હું LCBમાં ફરજ બજાવું છું 5 ડમ્પરો કાઢી નાખો પ્રાંત અધિકારી નથી ઉભા’ તેવી વાતચીત પ્રાંત અધિકારી સાથે કરી હતી. ખુદ પ્રાંત અધિકારીએ જ આખું ઓપરેશન પાર પાડી ભાંડો ફોડ્યો હતો. આ સમગ્ર મામલે કલેક્ટરને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખનિજ માફિયાઓ સાથે પોલીસની સાંઠગાઠ બહાર આવતા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે.




