મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : જેતપુરમાં ડાઈંગ ઉદ્યોગકારોએ કેમિકલવાળું પાણી જાહેરમાં છોડી દેતા સ્થિતિ ગંભીર

એવું લાગે છે કે જેતપુરમાં ડાઈંગ ઉદ્યોગકારો સામે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિક

VIDEO : જેતપુરમાં ડાઈંગ ઉદ્યોગકારોએ કેમિકલવાળું પાણી જાહેરમાં છોડી દેતા સ્થિતિ ગંભીર

એવું લાગે છે કે જેતપુરમાં ડાઈંગ ઉદ્યોગકારો સામે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ નતમસ્તક છે. વરસાદમાં શેરીઓમાં ભરાયેલા ગોઠણસમા  પાણીથી લોકો હાલાકીમાં છે, એવામાં કેમિકલવાળું પાણી છોડવાથી સ્થાનિકો ત્રસ્ત છે.  પાંચ પીપળા વિસ્તારમાં કેમિકલવાળું પાણી છોડી દેવાતા સ્થિતિ ગંભીર છે. ડાઈંગ એંડ પ્રિન્ટિંગ એસોસિએશનના નિયમ પ્રમાણે આ પાણી ટેન્કર મારફતે એસોસિએશન સંચાલિત પોલ્યુટેડ વોટર ટ્રીટમેંટ પ્લાન્ટ પર પોતાના ખર્ચે અને જવાબદારીએ પહોંચાડવાનું હોય છે. આ પ્રદૂષિત પાણીથી લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસરો થાય છે અને ચામડીના રોગ થવાની સંભાવના પણ રહેલી છે. જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો