Ahmedabad News: ટ્રાફિકને લીધે આ રુટ પરની 49 AMTS બસ હવે BRTS કોરિડોરમાં દોડશે
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળ

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને કોટ વિસ્તારમાં તથા BRTS રુટ પર ટ્રાફિકની સમસ્યા શહેરીજનોને ખુબ જ પજવી રહી છે. એવામાં AMTS કમિટી દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે શહેરમાં ટ્રાફિકમાં થોડી હળવાશ જોવા મળી શકે છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાં AMTS હવે BRTS કોરિડોરમાં દોડતી જોવા મળશે. ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાથમિક તબક્કે પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતા પાંચ રૂટ પરની 49 બસો બીઆરટીએસ ટ્રેકમાં દોડશે. બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરથી પણ એએમટીએસની બસ મળી રહેશે. ઓઢવથી ઘુમા, સારંગપુરથી બોપલ, ઘુમાથી નરોડા, ઇસ્કોનથી વિવેકાનંદ નગર અને ગોધાવીથી હાટકેશ્વર એમ પાંચ રૂટની બસો કોરિડોરમાં દોડશે. પાંચ રુટ બાદ તબક્કાવાર અન્ય રૂટ પણ બીઆરટીએસ ટ્રેકમાં દોડાવવામાં આવશે.




