મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ એરપોર્ટ પર સિક્યુરિટી ગાર્ડની દાદાગીરી, કંટાળેલા ચાલકે પોતાની રીક્ષા સળગાવી

અમદાવાદ એરપોર્ટ પર સિક્યુરિટી ગાર્ડની વધતી દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સિક્યુરિટી ગાર્ડની દાદા

VIDEO: અમદાવાદ એરપોર્ટ પર સિક્યુરિટી ગાર્ડની દાદાગીરી, કંટાળેલા ચાલકે પોતાની રીક્ષા સળગાવી

અમદાવાદ એરપોર્ટ પર સિક્યુરિટી ગાર્ડની વધતી દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સિક્યુરિટી ગાર્ડની દાદાગીરીથી કંટાળીને રીક્ષા ચાલકે પોતાની રીક્ષા સળગાવી હતી.

અમદાવાદ એરપોર્ટ પર રીક્ષા ચાલક નિયમિત રીતે આવનજાવન કરતા જોવા મળતા હોય છે. રીક્ષા ચાલકે આક્ષેપ કર્યો કે એરપોર્ટ સિક્યુરિટી દ્વારા 1500 રૂપિયા દંડની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ રોષે ભરાયેલા રીક્ષા ચાલકે પોતાની જ રિક્ષાને આગ ચંપી કરી હતી. રીક્ષા ચાલકે આક્ષેપ લગાવ્યો હતો કે સરદાર પટેલ સ્ટેચ્યુ સર્કલ પર ઉભા હોય તો પણ એરપોર્ટ સિક્યુરિટી પાર્કિંગ ચાર્જ અને દંડ વસૂલવા આવતી હોય છે.

જો કે આ તમામ બાબતે એરપોર્ટ ઓથોરિટીને પૂછતા એરપોર્ટ ઓથોરિટીએ પોતાનો બચાવ કર્યો હતો. રિક્ષામાં સ્પાર્કિંગથી આગ લાગી હોવાનું જણાવવામાં આવ્યું હતું. એરપોર્ટની ટીમ દ્વારા તાત્કાલિક આગ બુજાવાની કામગીરી કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો