મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabadમાં RMC પ્લાન્ટ માટે નવી પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર; રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં પ્લાન્ટ સ્થાપવા પર પ્રતિબંધ

અમદાવાદ શહેરમાં દોઢ વર્ષના આયોજન બાદ આખરે આરએમસી એ

Ahmedabadમાં RMC પ્લાન્ટ માટે નવી પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર; રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં પ્લાન્ટ સ્થાપવા પર પ્રતિબંધ
આ સમાચાર સાંભળો

અમદાવાદ શહેરમાં દોઢ વર્ષના આયોજન બાદ આખરે આરએમસી એટલે રેડી મિક્સ કોંક્રિટ પ્લાન્ટ બનાવવાની નવી પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. જેમાં સોસાયટીઓ, દુકાનો, ઓફિસો હોય તેવા વિસ્તારોમાં ઓફ સાઈટ કોમર્શિયલ આરએમસી પ્લાન્ટ ઉભા કરવા તેમજ તેને ચલાવવા પર પ્રતિબંધ મુકવામાં આવશે.

પ્રદૂષણ અટકાવવા નવી પોલિસીમાં દંડની પણ જોગવાઈ

અમદાવાદ શહેરમાં ચારેબાજુ રસ્તા, બ્રિજ, સોસાયટીઓ, શોપિંગ કોમ્પ્લેક્સ વગેરેની કામગીરી ચાલી રહી છે. જેના માટે હાલ શહેરમાં 50થી 70 જેટલા નાના-મોટા આરએમસી પ્લાન્ટ કાર્યરત હોવાનો અંદાજ છે. તેવામાં હવે આરએમસી પ્લાન્ટ ઉભા કરવા તેમજ તેમને ચલાવવા અંગે નવી પોલિસી અમલમાં મુકાશે. મ્યુનિસિપલની ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી સમક્ષ આ નવી નીતિનો ડ્રાફ્ટ રજૂ કરાયો છે. જે મુજબ હવે રહેણાંક અને વાણિજ્યિક વિસ્તારો વચ્ચે કોંક્રિટ બનાવીને અન્ય સાઈટને વેચતા હોય તેવા ઓફ સાઈટ કમર્શિયલ આરએમસી પ્લાન્ટ ઉભા કરી શકાશે નહીં.

ફક્ત ઔદ્યોગિક, કૃષિ અને લોજિસ્ટિક ઝોનમાં જ વાણિજ્યક આરએમસી પ્લાન્ટ બનાવી શકાશે. બીજી બાજુ બાંધકામની સાઈટ પર જ હોય તેવા નોન-કમર્શિયલ આરએમસી પ્લાન્ટને ઝોનના નિયમો લાગૂ પડશે નહીં. પ્લાન્ટમાંથી નીકળતા સિમેન્ટ, ધૂળના રજકણોથી ફેલાતું પ્રદૂષણ અટકાવવા સંચાલકોએ ખાસ આયોજન કરવું પડશે. પ્રદૂષણ ફેલાવતા અને નિયમો ભંગ કરતા સંચાલકોને દંડ કરાશે. જો કે આજે દોઢ વર્ષ બાદ પણ આ નવી નીતિ અમલમાં મુકવાની પ્રક્રિયા હજી પૂરી થઈ નથી.

આ સમાચાર શેર કરો