મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કવાંટના પીપલદામાં ડબલ મર્ડર, વૃદ્ધ દંપતીની હત્યા કરી મહિલાના બંને પગ કાપી નાખ્યા

છોટાઉદેપુરના કવાંટ તાલુકા પીપલદા ગામમાં ડબર મર્ડરની ઘટના બની છે. જ્યાં વૃદ્ધ પતિ-પત્નીની તીક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ

કવાંટના પીપલદામાં ડબલ મર્ડર, વૃદ્ધ દંપતીની હત્યા કરી મહિલાના બંને પગ કાપી નાખ્યા

છોટાઉદેપુરના કવાંટ  તાલુકા પીપલદા ગામમાં ડબર મર્ડરની ઘટના બની છે. જ્યાં વૃદ્ધ પતિ-પત્નીની તીક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક જ દિવસમાં હત્યાના ચાર બનાવ બન્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પીપલદા ગામે નિશાળ ફળિયામાં વૃદ્ધ પતિ-પત્ની એકલા રહેતા હતા. જોકે, દિવસ ઉગી જવા છતાંય પતિ-પત્ની ઘરમાંથી બહાર ના નીકળતા ફળિયામાં રહેતા તેમના ભાઈને શંકા જતા ઘરનો દરવાજો ખટખટાવ્યો હતો. પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.

પરિણામે આસપાસના લોકો અને તેમના ભાઈ ઘરના દરવાજાને તોડીને અંદર ગયા હતા. જ્યાં બંને લાશ પડી હતી. ચીમતીબેનના પગ કાપી નાખવામાં આવ્યા હતા અને તેમના પગમાં પહેરેલા ચાંદીના કલ્લાં પણ ન હતા. અને પગ કાપીને બાજુમાં પડ્યા હતા. જયારે તેઓના પતિ ગનજી ભાઈનો પણ મૃતદેહ પડ્યો હતો.

આ બનાવની જાણ થતા કવાંટ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસેને હત્યાનું કારણ હજુ સુધી હાથ લાગ્યું નથી. જયારે હત્યા પાછળ કોનો હાથ છે મિલકત વિવાદ છે કે પછી બીજી કોઈ ઘટના છે તેની તપાસમાં ઉચ્ચ અધિકારીઓ જોડાઈ ગયા છે. 

આ સમાચાર શેર કરો