ડીંગુચા કેસ: માનવ તસ્કરી મામલે EDના દરોડા, 19 લાખ સહિત દસ્તાવેજો જપ્ત

ગેરકાયદેસર રીતે કેનેડા મારફતે યુએસ મોકલવા મામલે EDના અમદાવાદ-વડોદરા સહિત 8 સ્થળોએ દરોડા

ડીંગુચા કેસ: માનવ તસ્કરી મામલે EDના દરોડા, 19 લાખ સહિત દસ્તાવેજો જપ્ત

ગેરકાયદેસર રીતે કેનેડા મારફતે યુએસ મોકલવા મામલે EDના અમદાવાદ-વડોદરા સહિત 8 સ્થળોએ દરોડા પાડ્યા હતા.

EDએ ભાવેશ અશોકભાઈ પટેલ અને અન્ય (ડીંગુચા કેસ)ના કેસમાં ચાલી રહેલી તપાસના ભાગરૂપે 10.12.2024 અને 19.12.2024ના રોજ મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરામાં 8 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સ્થાનો પર સુનિયોજિત ષડયંત્ર રચવાનો, પીડિતો/વ્યક્તિઓને ગેરકાયદેસર માધ્યમ દ્વારા કેનેડા મારફતે યુએસ મોકલવાનો અને માનવ તસ્કરીનો ગુનો કરવાનો આરોપ છે.

જાહેરાત

સર્ચ ઓપરેશન દરમિયાન, અન્ય કેટલાક ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને 02 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને બેંક ખાતાઓમાં રૂ. 19 લાખ (અંદાજે) જપ્ત કરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત