મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દિલીપ સંઘાણીનું મોટું નિવેદન : નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કરાવશે સમાધાન

સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર સમાજના બે આગેવાનો ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને જેતપુ

દિલીપ સંઘાણીનું મોટું નિવેદન : નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કરાવશે સમાધાન

સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર સમાજના બે આગેવાનો ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને  જેતપુરના ભાજપ ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂકેલા જયેશ રાદડિયા વચ્ચે કોલ્ડવોર છે, બંને એ એકબીજા સામે નિવેદનો આપેલા છે. જો કે હવે આ બે દિગ્ગજ પાટીદાર નેતાઓ વચ્ચેના કોલ્ડવોરનો અંત આવી શકે છે. 

ઇફ્કોના ચેરમેન તેમજ દિગ્ગજ પાટીદાર નેતા દિલીપ સંઘાણી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સમાધાન કરાવશે.  આ નિવેદન ખુદ દિલીપ સંઘાણીએ જ આપ્યું છે. 

રાજકોટમાં દિલીપ સંઘાણીએ કહ્યું, “ બંને સાથે વાતચીત થઇ ગઈ છે. સમાધાન અંગે બંનેએ ટૂંકા અને પોઝિટિવ જવાબ આપ્યાં છે. જયેશ રાદડિયાએ કહ્યું કે તમે જે કરો એ મને કોઈ વાંધો નથી સારી વાત છે.  નરેશ પટેલે પણ કહ્યું વાંધો નથી,  તમે કહેશો ત્યારે હું એમની સાથે બેસવા પણ આવીશ.”

દિલીપ સંઘાણી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સમાધાન ક્યારે કરાવશે એ અંગે તેમને કહ્યું, “ હાલ હું વધારે પ્રવાસમાં છું મારા પ્રવાસમાંથી ફ્રી થઈ બંનેને બોલાવી અને બંને વચ્ચે શાંતિપૂર્ણ બેઠક કરાવી અને કોઈ પણ વાતનો મનભેદ હોય કે ખટરાગ હોય તે દૂર કરાવીશ.”

આ સમાચાર શેર કરો