Video: અંબાજી મંદિરમાં રવિવારે ઉમટ્યું ભક્તોનું અફાટ જનમેદનીનું મહેરામણ

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આજે રવિવારના પવિત્ર દિવસે મા અંબાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આસો નવરાત્રી પર્વની પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહેલા આ દિવસોમાં મંદિરના શક્તિદ્વાર સુધી દર્શનાર્થીઓની લાંબી લાંબી લાઈનો લાગી છે. દેશના ખૂણે-ખૂણેથી હજારો શ્રદ્ધાળુઓ મા જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આવતીકાલે અંબાજી મંદિરમાં શરદ પૂનમની વિશેષ ઉજવણી થશે, જેના ભાગરૂપે આજે રાત્રે મંદિરમાં પરંપરાગત દૂધ પૌવાનો વિશેષ કાર્યક્રમ યોજાશે. રાત્રે ૧૨ વાગ્યે માતાજીને પવિત્ર દૂધ પૌવાનો ભોગ ધરાવ્યા બાદ તમામ ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવશે, જેથી સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયું છે.








