VIDEO: Kheda / ડાકોરમાં 44 ડિગ્રી તાપમાન વચ્ચે પાયાની સુવિધાઓના અભાવે ભક્તોમાં ભારે આક્રોશ
રણછોડરાયની નગરી ડાકોરમાં અસહ્ય ગરમી વચ્ચે ભક્તો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મ

રણછોડરાયની નગરી ડાકોરમાં અસહ્ય ગરમી વચ્ચે ભક્તો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 44 ડિગ્રી તાપમાન વચ્ચે પીવાના પાણી અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓના અભાવના આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિકોનો દાવો છે કે નવીનીકરણના નામે કાર્યરત શૌચાલયો તોડી પાડવામાં આવ્યા છે, જ્યારે લાખોના ખર્ચે બનાવાયેલી કૃષ્ણ જલધારા પણ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં છે. પરિણામે દર્શનાર્થે આવતા યાત્રાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે સામાજિક કાર્યકર દ્વારા આમરણાંત ઉપવાસ પણ શરૂ કરવામાં આવ્યો છે. હવે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તે અંગે લોકોમાં ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે.

