Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : VIDEO: On Mahashivratri, Nageshwar Jyotirlinga in Dwarka echoed with the sound of 'Mahadev Har', a crowd of devotees thronged

VIDEO: Mahashivratriએ દ્વારકાનું નાગેશ્વર જ્યોર્તિલિંગ 'મહાદેવ હર'ના નાદથી ગુંજ્યું, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Timeછેલ્લું અપડેટ : 15 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: આજે મહાશિવરાત્રીના પવિત્ર પર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આસ્થાનો ઘોડાપૂર ઉમટ્યો છે. બાર જ્યોર્તિલિંગોમાં પ્રથમ ગણાતા દારૂકાવન સ્થિત પવિત્ર શ્રી નાગેશ્વર જ્યોર્તિલિંગ મંદિર ખાતે વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સમગ્ર મંદિર પરિસર 'મહાદેવ હર' અને 'ઓમ નમઃ શિવાય' ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું.

App Store

શ્રદ્ધા અને આસ્થાનો ત્રિવેણી સંગમ
મહાશિવરાત્રીના પાવન અવસરે નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે ભગવાન શિવના દર્શન કરવા માટે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ હજારો ભક્તોએ કતારબદ્ધ થઈ ભોળાનાથના દર્શન કર્યા હતા. શ્રદ્ધાળુઓએ જ્યોર્તિલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક અને બિલીપત્ર અર્પણ કરી વિશેષ પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

ચુસ્ત વ્યવસ્થા વચ્ચે દર્શન
શિવરાત્રીને લઈ મંદિર પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત અને દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ભક્તોનો અવિરત પ્રવાહ જળવાઈ રહ્યો છે અને ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો છે. શ્રદ્ધાળુઓ બાબા નાગેશ્વરના દિવ્ય દર્શન કરી સુખ-શાંતિની પ્રાર્થના કરી રહ્યા છે.