Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : VIDEO: Devbhoomi Dwarka: Farmers robbed in the name of peanut seed form in Bhanvad

VIDEO: દેવભૂમિ દ્વારકાઃ ભાણવડમાં મગફળી બિયારણના ફોર્મના નામે ખેડૂતો સાથે લૂંટ

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાંથી વરસાદી સિઝન પહેલાં જ ખેડૂતોને આર્થિક રીતે લૂંટવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેને પગલે જગતના તાતમાં ભારે રોષ ફેલાયો છે. અહીં મગફળી બિયારણ માટેના ફોર્મ ભરવાના અધિકૃત 150 નક્કી કરાયા હોવા છતાં, કેટલાક વચેટીયાઓ દ્વારા ખેડૂતો પાસેથી ગેરકાયદેસર રીતે 200 વસૂલવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ખેડૂતો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ગ્રામસેવકે માત્ર 150 જ ભરવાનું જણાવ્યું હતું, છતાં તેમની પાસેથી વધુ પૈસા પડાવવામાં આવ્યા છે. એક જાગૃત નાગરિક દ્વારા આ સમગ્ર છેતરપિંડીનો વીડિયો બનાવી વાયરલ કરાતાં જ ચર્ચા જગાવી છે અને હવે ખેતીવાડી વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ મંડળીના સંચાલકોની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે કે આ વધારાની રકમ કોના ઈશારે વસૂલાઈ અને જવાબદારો સામે કડક પગલાં લેવાશે કે નહીં.

App Store
ટોપિક્સ:dwarkapeanut seedsfarmer