VIDEO: ખંભાળિયા-પોરબંદર હાઇવે પર ગમખ્વાર અકસ્માત: એકનું મોત, એક ગંભીર
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા-પોરબંદર હાઇવે પર કેશોદ ગામ નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર એક ટ્રેલર ફસાઈ જતાં, તેની મદદ માટે અન્ય એક ટ્રેલર રોડ પર પાર્ક કરવામાં આવ્યું હતું. તે દરમિયાન પાછળથી આવી રહેલું દૂધ ભરેલું વાહન આ પાર્ક કરેલા ટ્રેલરની પાછળ ધડાકાભેર ઘૂસી ગયું હતું.આ અકસ્માત એટલો ભયાનક હતો કે દૂધના વાહનમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માતને પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે દોડી આવી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.

