Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Demolition drive again by the administration on the backdrop of illegal encroachments on government land

Dwarka news: સરકારી જમીન પર ગેરકાયદે દબાણોના રાફડા પર તંત્ર દ્વારા ફરી ડિમોલિશન ડ્રાઈવ

Timeછેલ્લું અપડેટ : 01 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Dwarka news: સરકારી જમીન પર ગેરકાયદે દબાણોના રાફડા પર તંત્ર દ્વારા ફરી ડિમોલિશન ડ્રાઈવ
સોર્સ : GSTV

 Dwarka news: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી જમીનો પર ઠેર-ઠેર ગેરકાયેદસર રીતે બનેલા દબાણ પર તંત્રનો હથોડો વીંઝાયો હતો. દ્વારકામાં ફરી એકવાર તંત્રનું ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરાયું છે. સરકારી જમીન પર કબજો કરનારા સામે તંત્ર કડક મૂડમાં છે. પ્રશાસન, પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા વહેલી સવારથી ભારે મશીનરી સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 

App Store

મળતી માહિતી અનુસાર, દ્વારકા ટાઉનમાં આવેલા સુદામા ભવન, સિકોતર ભવન અને ટપુભા માણેકના ગેરકાયદેસર બાંધકામને તંત્રએ દૂર કર્યા હતા. સરકારી તંત્રએ અંદાજે 1.61 કરોડો રૂપિયાની 2300 ચો.ફૂટ જમીન પર બનેલ બિનકાયદેસર બાંધકામો દૂર કર્યા હતા. સરકારી જમીન પર ગેરકાયદે કરેલા દબાણો દૂર થતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. તંત્રની કાર્યવાહીને સ્થાનિક લોકોએ પણ સમર્થન આપ્યું હતું. હજી આગામી સમયમાં સરકારી દબાણ દૂર કરવા તંત્રનો હથોડો વીંઝાશે.