મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Dwarkaના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરતા 8 ઈસમોની મરીન ફોરેસ્ટ દ્વારા અટકાયત

Devbhoomi Dwarka News: દ્વારકાના પોસિત્રા પાસેના પ્રતિબંધિત ચાક ટાપુ પાસેથી ફિશિંગ બોટ સાથે આઠ ઈસમો ઝડપાયા છે. ગેરકાયદ

Dwarkaના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરતા 8 ઈસમોની મરીન ફોરેસ્ટ દ્વારા અટકાયત

Devbhoomi Dwarka News: દ્વારકાના પોસિત્રા પાસેના પ્રતિબંધિત ચાક ટાપુ પાસેથી ફિશિંગ બોટ સાથે આઠ ઈસમો ઝડપાયા છે. ગેરકાયદેસર રીતે કેટલાક ઈસમો દ્વારા અભ્યારણ્ય વિસ્તારમાં પ્રવેશ કરવામાં આવતા મરીન ફોરેસ્ટ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

બોટ દ્વારા માછીમારી કરવાના ઇરાદાથી જવાના હોય તેવી બાતમી મળતા, મરીન નેશનલ પાર્કના દ્રારકા રેન્જ સ્ટાફ દ્વારા સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી ઘોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અભયારણ્ય વિસ્તારમાં મંજૂરી વિના બોટ સાથે પ્રવેશ કરી માછીમારી કરવાની ગુનાહીત પ્રવૃતિમાં આઠ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે મહેબુબ આરબી કુંગડા, સંઘાર ફારૂક હેતુન, સંઘાર સબ્બીર અબ્બાસ, ભાયા ઇમરાન જાકુબ, લતીફ અબ્બાસ ગાઘ, ભાયા અજીજ અનવરને બોટ સાથે અટકાયત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો