મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:ખરવાણી ગામમાં પાણી માટે હાહાકાર, ગ્રામજનો ગંદુ પાણી પીવા મજબૂર

દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ તાલુકાના ખરવાણી ગામમાં પાણીની વિકટ સમસ્યા સામે આ

દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ તાલુકાના ખરવાણી ગામમાં પાણીની વિકટ સમસ્યા સામે આવી છે. આશરે 8 હજારની વસ્તી ધરાવતા અને 10 ફળિયાવાળા આ ગામમાં લોકો પીવાના પાણી માટે ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. ડુંગરાળ અને પથરાળ વિસ્તાર હોવાથી ગ્રામજનો તળાવમાં ખોદાયેલા ખાડાનું ગંદુ પાણી લેવા મજબૂર બન્યા છે. મહિલાઓ, બાળકો અને યુવતીઓ દૂર-દૂરથી ડુંગરો પાર કરી પાણી ભરવા જાય છે. આ જ પાણી પશુઓ માટે પણ વપરાય છે. ગામમાં હેન્ડપંપ, કુવા અને બોર નિષ્ફળ સાબિત થયા છે, જ્યારે નળ સે જળ યોજના પણ કાર્યરત નથી. છેલ્લા 10થી 15 વર્ષથી સ્થિતિ યથાવત રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો