Video: સુરેન્દ્રનગરમાં વરસાદની અછત વચ્ચે તળાવો ભરવા માલધારીઓની માંગ

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની અછતના કારણે જળાશયો અને તળાવો ખાલીખમ થઈ જતાં પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. ધાંગધ્રાના નારીચાણા ગામે તળાવો ખાલી રહેતા મૂંગા મૂગા પશુઓ અને માલધારીઓ સામે પીવાના પાણીનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. જિલ્લાના 45 જેટલા ગામોની પરિસ્થિતિ અત્યંત દયનીય બની છે, જેમાં સૌની યોજનાનું પાણી બંધ થતાં ધ્રાંગધ્રા, મૂળી, વઢવાણ, ચોટીલા અને થાનગઢ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયા છે. ખેડૂતો બાદ હવે માલધારીઓની હાલત પણ કફોડી બનતા તંત્ર દ્વારા વહેલી તકે તળાવો ભરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.








