મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જૂનાગઢના માંગરોળ પંથકને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ

સોર્સ: gstv

જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં વરસાદની ખેંચના કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને પંથકને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં એક એકર દીઠ માત્ર ૮ હજાર ૫૦૦ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો દાવો છે કે એક એકર જમીનમાં વાવેતર પાછળ અંદાજે ૨૫,૦૦૦ રૂપિયા જેટલો ખર્ચ થાય છે, તો આ મામૂલી સહાયથી ખર્ચની ભરપાઈ કેવી રીતે થશે? હજારો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ નજીવી સહાય મળવાથી ગુજરાન કેમ ચલાવવું તેવા સવાલો ઉઠાવી ખેડૂતોએ આ સહાયને લોલીપોપ સમાન ગણાવી છે.

આ સમાચાર શેર કરો