Video: ઈડર કુંડમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી

સાબરકાંઠાના ઈડર કુંડમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં મળી આવતા ચકચાર મચી છે. સ્થાનિકોએ જાણ કરતાં ઈડર ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. મૃતકની ઓળખ અને તે ક્યાંનો રહેવાસી છે તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે મોતનું કારણ હત્યા છે કે આત્મહત્યા, તે સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.




