મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાબરકાંઠા: ઈડરમાં ચારિત્ર્ય શંકા રાખીને પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી

સાબરકાંઠાના ઈડર તાલુકાના હરીપુરા ગામે પતિએ ચારિત્ર્ય પર શંકા ર

તસવીર: gstv

સાબરકાંઠાના ઈડર તાલુકાના હરીપુરા ગામે પતિએ ચારિત્ર્ય પર શંકા રાખીને પોતાની પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી દીધી છે... મૂળ રાજસ્થાનના અને હરીપુરામાં ખેતમજૂરી કરતા રમેશ પારગીએ અંદરોઅંદરના ગંભીર કંકાસમાં આ ખૌફનાક પગલું ભર્યું હતું....હત્યા કર્યા બાદ આરોપી પોતાની માસૂમ દીકરીને લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિને દબોચી લીધો હતો....પિતાની કરતૂતથી માસૂમ બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી નોધારા બનવું પડ્યું છે.

આ સમાચાર શેર કરો