VIDEO : ડાંગમાં આગિયાઓની ઝગમગાહટ
સોર્સ : GSTV
આગિયા જેને અંગ્રેજીમાં ફાયરફ્લીસ કહેવામાં આવે છે. વધતા પ્રદુષણોને કારણે કુદરતી પ્રકાશ આપતો આ જીવ હવે લુપ્ત થવાના આરે છે. ચોમાસા પહેલા જૂન અને જુલાઈ માસમાં દેખાતા આ આગિયા ડાંગ જિલ્લાના કેટલાક જંગલોમાં આજે પણ જોવા મળે છે જેને માણવા અને તેનાપર અભ્યાસ કરવા માટે પ્રકૃતિપ્રેમીઓ અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર્સ ડાંગ જિલ્લામાં આવે છે, ડાંગના કેટલાક ભાગમાં આગિયાનું જંગલ પણ કુદરતની એક ભેટ છે, આ જંગલમાં સાદડ અને અર્જુનના વૃક્ષો વધારે છે જેના કારણે આજેપણ અહીંયા આગિયાઓ જોવા મળે છે. અહીંના સ્થાનિકો ચોમાસા પહેલા આગિયાને જોવા અને તેનાપર અભ્યાસ કરવા આવતા લોકો માટે ખાસ સુવિધા કરે છે

