Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Pickup vehicle overturns on Subir-Mahal road, one dies on the spot, 6 seriously injured

Dang: સુબીર-મહાલ માર્ગ પર પિકઅપ ગાડી પલટી, એકનું ઘટનાસ્થળે મોત, 6 ગંભીર ઇજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 12 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Dang: સુબીર-મહાલ માર્ગ પર પિકઅપ ગાડી પલટી, એકનું ઘટનાસ્થળે મોત, 6 ગંભીર ઇજાગ્રસ્ત
સોર્સ : gstv

ડાંગ જિલ્લામાં આજે સુબીરથી મહાલ તરફ જતા માર્ગ પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. દેહર ગામ નજીક એક પિકઅપ ગાડી પલટી જતાં અકસ્માત થયો હતો, જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે અને છ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

App Store

પ્રાથમિક માહિતી મુજબ, આ પિકઅપ ગાડીમાં અંદાજે 20 જેટલા મુસાફરો સવાર હતા, જે તમામ ઇશખંડી ગામના રહીશો હોવાનું જાણવા મળ્યું છે. આ ભયાનક અકસ્માતમાં 55  વર્ષીય એક પુરુષનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય મુસાફરોને ગંભીર અને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. 6  મુસાફરોને ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અન્ય નાની-મોટી ઈજાઓ ધરાવતા અન્ય મુસાફરોને નજીકના સુબીર C.H.C. (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર) ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સુબીર પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લીધો છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.

 

ટોપિક્સ:dangDang newsdang accident