Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : VIDEO: Sudden change in weather in Dahod district, heavy rains during the night

VIDEO: દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. દાહોદ, ફતેપુરા, લીમખેડા, ગરબાડા, દેવગઢ બારિયા, ધાનપુર, સુખસર અને સિંગવડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભારે પવનના સુસવાટા અને વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. રાત્રિ દરમિયાન મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે લાંબા સમયથી ચાલી રહેલી ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

App Store
ટોપિક્સ:dahod newsgstv news