Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : Serious road accident near Bhitodi on Indore-Ahmedabad highway, 1 dead, 7 injured

VIDEO : ઇન્દોર-અમદાવાદ હાઈવે પર ભીટોડી નજીક ગંભીર માર્ગ અકસ્માત, 1નું મોત 7 લોકો ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 01 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દાહોદ જિલ્લાના ઇન્દોર-અમદાવાદ હાઈવે પર ભીટોડી નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. ઉજ્જૈન દર્શન કરીને આણંદ પરત ફરી રહેલા પરિવારની કાર આગળ ચાલી રહેલી ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 8 લોકોમાંથી 7 લોકો ઘાયલ થયા છે, જ્યારે 65 વર્ષીય નરેન્દ્રસિંહ રાજનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.  

App Store