Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : Dahod news: During border checking, people in a car threw stones at Katwara P.I., two people detained

Dahod news: બોર્ડ઼ર ચેકિંગ દરમિયાન કારમાં સવાર શખ્સોએ કતવારા P.I. પર કર્યો પથ્થર મારો, બે શખ્સોની અટકાયત

Timeછેલ્લું અપડેટ : 26 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Dahod news: બોર્ડ઼ર ચેકિંગ દરમિયાન કારમાં સવાર શખ્સોએ કતવારા  P.I. પર કર્યો પથ્થર મારો, બે શખ્સોની અટકાયત
સોર્સ : gstv

ગુજરાતના દાહોદમાઁથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણેં  દાહોદની ખંગેલા બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન કતવારા પી.આઈ. પર જીવલેણ હુમલો થયો હતો. . મધ્યપ્રદેશ તરફથી આવતી એક કારને રોકવા જતાં ચાલક ગાડી ભગાડી ગયો હતો. કતવારા PI ઉમેશ ગાવિત અને તેમની ટીમે પીછો કરી ગાડીને પકડી પાડી હતી, પરંતુ તે દરમિયાન થયેલી બોલાચાલીમાં આરોપીઓએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો.

App Store

PI ઉમેશ ગાવિતને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી

આ હુમલામાં PI ઉમેશ ગાવિતને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે અત્યાર સુધીમાં બે શખ્સોની અટકાયત કરી છે, જ્યારે પથ્થર મારી ફરાર થયેલા અન્ય આરોપીઓની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે.

ટોપિક્સ:police inspectorgujaratigstv