મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દાહોદ: 19 વર્ષના યુવાનની ઘરમાં જ હત્યા, હાથ-પગ બાંધેલી હાલતમાં પોલીસને મળ્યો મૃતદેહ

રાજ્યના દાહોદના ઘાંચીવાડમાં 19 વર્ષના યુવાનની હત્યા કરવાની ઘટના સામે આવી છે. યુવાનના પિતા કામ અર્થે બહાર હતા. જ્યારે

દાહોદ: 19 વર્ષના યુવાનની ઘરમાં જ હત્યા, હાથ-પગ બાંધેલી હાલતમાં પોલીસને મળ્યો મૃતદેહ

રાજ્યના દાહોદના ઘાંચીવાડમાં 19 વર્ષના યુવાનની હત્યા કરવાની ઘટના સામે આવી છે. યુવાનના પિતા કામ અર્થે બહાર હતા. જ્યારે આધેડ ઘરે આવ્યા ત્યારે દિકરાને મૃત અવસ્થામાં જોઈને ભાંગી પડ્યા હતા. 19 વર્ષીય યુવાનનો મૃતદેહ હાથ અને પગ બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો.

હત્યા કરીને અજાણ્યો શખ્સ ફરાર 

હત્યારો હત્યા કર્યા બાદ રૂમ બંધ કરીને ફરાર થયો છે. પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે, અને દાહોદના ઘાંચીવાડામાં છેલ્લા ઘણા સમયથી વસવાટ કરે છે.  યુવાનના પિતા અલગ અલગ બાંધકામ સાઈટ પર POPનું છૂટક કામ કરે છે.

એસપી, ડીવાયએસપી, એલસીબીનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો

ઘટનાની જાણ થતાં જ એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતની પોલીસ ટીમનો કાફલો  ઘટના સ્થળે પહોંચ્યો હતો. સઘન તપાસ શરૂ થઈ હતી. પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ  કારણ સામે આવશે કે યુવાનની હત્યા કેવી રીતે થઈ હતી.

આ સમાચાર શેર કરો