મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં સગા ભાઈએ જ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી ભાઈને ઉતાર્યો મોતને ઘાટ

સુરતમાં હત્યાના બનાવોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉધના વિસ્તારમાં પાંચ દિવસ અગાઉ

સુરતમાં સગા ભાઈએ જ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી ભાઈને ઉતાર્યો મોતને ઘાટ

સુરતમાં હત્યાના બનાવોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉધના વિસ્તારમાં પાંચ દિવસ અગાઉ ભાઈએ જ ભાઈની હત્યા કરી હતી. ત્યારબાદ નાસી ગયો હતો. જેથી આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. જ્યારે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

હત્યા કરી નાસી ગયો હતો

રવિ ગોપાલ પાત્રા કામ ઉપરથી પોણા આઠેક વાગે ઘરે આવી કપડા બદલી ગલીના નાકા તરફ બેસવા ગયો હતો. ત્યારે રાત્રીના સવા આઠ વાગ્યાના અરસામા મોટો પુત્ર રઘુનાથ ગોપાલ પાત્રાએ તેના નાના ભાઇ રવિ પાત્રાની સગાઇ થયેલ હોય જે પસંદ ના હતી. જે બાબતે તેની સાથે ઝઘડો કરી રઘુનાથે રવિપાત્રાને તીક્ષ્ણ હથિયાર વડે ડાબી આંખની ઉપર કપાળના ભાગે તેમજ માથામા તથા જમણા કાનની ઉપર માથાના ભાગે તથા પેટના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું. 

ટેક્નિકલ સર્વેલન્સના આધારે કાર્યવાહી

પોલીસે હત્યાના આરોપીના વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે સર્વેલન્સના આધારે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલીક ધોરણે પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી તેમજ ટેકલીનક રીતે તથા હ્યુમન સોર્સીસથી આરોપી નામે રઘુનાથ ગોપાલ પાત્રાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ સમાચાર શેર કરો