VIDEO: સુરતમાં વરસાદી આફત વચ્ચે કોર્પોરેટર નાસ્તાની મોજ માણતા નજરે પડ્યા
સુરતમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હોવા છતાં ભાજપના કોર્પોરેટરોમાં પદ મેળવવાની મ

સુરતમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હોવા છતાં ભાજપના કોર્પોરેટરોમાં પદ મેળવવાની મોજ માણતા નજરે પડ્યા છે. અલગ અલગ સમિતિઓના ચેરમેન પદ માટે નિમણૂક પામેલા કોર્પોરેટરો પાલિકા કચેરીમાં પહોંચીને નાસ્તો કરતા અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા જોવા મળ્યા. આ દરમિયાન પાલિકા કચેરીના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો કલાકો સુધી પાણીમાં ભૂખ્યા અને તરસ્યા હાલતમાં ફસાયા છે. આ સ્થિતિમાં નેતાઓની ઉત્સવ જેવી મનમોજનીએ લોકોમાં ભારે નારાજગી જન્માવી છે




