VIDEO:મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસનો મૌન આક્રોશ
મહુધા મામલતદાર કચેરી ખાતે ખેડા જિલ્લા કોંગ્રેસ સંગઠન દ્વારા અનોખું મૌન ધરણું યોજાયું હતું. ચૂંટણી


મહુધા મામલતદાર કચેરી ખાતે ખેડા જિલ્લા કોંગ્રેસ સંગઠન દ્વારા અનોખું મૌન ધરણું યોજાયું હતું. ચૂંટણી કે આવેદન વગર માત્ર બેનરો સાથે કરવામાં આવેલા આ વિરોધમાં કોઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો નહોતો. કાર્યકરોએ મોંઘવારી, ખેડૂતોની સમસ્યાઓ અને સામાન્ય જનતાના પ્રશ્નોને લઈને મૌન આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોને ટેકાના ભાવ ન મળતા, ખાતર અને ડીઝલના વધતા ભાવથી મુશ્કેલી વધતી હોવાનું જણાવ્યું હતું. પશુપાલકો પર દાણના ભાવનો બોજ વધ્યો છે, જ્યારે પેટ્રોલ-ડીઝલ અને ગેસની કિંમતોમાં સતત વધારો થતો રહ્યો છે. કોંગ્રેસે આ મૌન ધરણા દ્વારા સરકાર સુધી જનતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું છે.



