મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધોરાજી કોંગ્રેસ પ્રમુખે શહેરના વિકાસ કામમાં થતા ભ્રષ્ટાચાર બાબતે સરકાર પર કર્યા આકરા પ્રહાર

રાજકોટ જીલ્લામાં ધોરાજી તાલુકાના કોંગ્રેસ પ્રમુખે શહેરના વિકાસના કામમાં થતા ભ્રષ્ટાચાર બાબતે વીડિયો બનાવ

ધોરાજી કોંગ્રેસ પ્રમુખે શહેરના વિકાસ કામમાં થતા ભ્રષ્ટાચાર બાબતે સરકાર પર કર્યા આકરા પ્રહાર

રાજકોટ જીલ્લામાં ધોરાજી તાલુકાના કોંગ્રેસ પ્રમુખે શહેરના વિકાસના કામમાં થતા ભ્રષ્ટાચાર બાબતે વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ વહીવટદાર અને ચીફ ઓફિસર સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. હાલ ધોરાજી નગર પાલિકામાં વહીવટદારનું શાસન છે. વહીવટદારના શાસનમાં વિકાસના કામમાં ભયંકર ભ્રષ્ટાચાર થતો હોવાનું શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશ વોરાએ આક્ષેપ લગાવ્યો હતો.

આ પણ વાંચો : રાજકોટ મનપામાં 7 મહિનામાં 18 અધિકારીઓના રાજીનામા, શહેર ભાજપ પ્રમુખે આપ્યું નિવેદન

તેમણે આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતને કારણે ભષ્ટાચાર થઈ રહ્યો છે. કોન્ટ્રાકટરને ભાજપના નેતાઓ છાવરી રહ્યા છે. આગામી નગર પાલિકાની ચુંટણી માટે ભાજપના નેતાઓ રોડ રસ્તા અને પેવર બ્લોકના કોન્ટ્રાક્ટરો પાસે ફંડ એકત્રિત કરી રહ્યા છે. તેમજ રોડ રસ્તાના કામમાં નબળું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. અધિકારીઓ નમૂના લઇ અને લેબ ટેસ્ટ કરાવી ગુણવત્તા ચકાસે. નબળું કામ કરતા કોન્ટ્રાકટરનું પેમેન્ટ સ્ટોપ કરવામાં આવે. નગર પાલિકાના ચીફ ઓફિસર અને નગર પાલિકાના  વહીવટદાર આ અંગે તપાસ કરાવે.

આ સમાચાર શેર કરો