'દીકરી પાછી સોપો નહિંતર જીવતા સળગાવી નાખીશું', પ્રેમલગ્ન કરનારા યુવકના પરિવારજનોને ધમકી મળતા ફરિયાદ
જામનગરમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવારજનોને યુવતીના પરિવારજનોને ધ

જામનગરમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવારજનોને યુવતીના પરિવારજનોને ધમકી આપતા ફરિયાદ નોંધવામાં આવી છે. યુવતીના પરિવારજનોએ યુવકના પરિવારજનોને ધમકી આપી હતી કે દીકરીને પરત સોપો નહિંતર જીવતા સળગાવી નાખીશું. આ ઘટનાને લઇને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવારજનોને ધમકી આપવામાં આવી છે.યુવતીના પિતા-ભાઇ સહિતના પાંચ શખ્સોએ ધોકા-તલવાર લઇને હંગામો મચાવ્યો હતો. યુવતીના પરિવારજનો યુવકના ઘરે પહોંચી ગયા હતા અને ધમકી આપી હતી કે યુવતીને પાછી સોંપો નહિંતર તમને જીવતા સળગાવી નાખીશું.
યુવકે 29 મેના રોજ પ્રેમલગ્ન કર્યા હતા અને યુવતીના પરિવારજનોએ દબાણ કરતા સમજૂતિ થઇ હતી. યુવતીને તેના પરિવારજનોને પરત સોંપી દીધા બાદ યુવતી 17 ઓગસ્ટના રોજ ફરીથી તેના પ્રેમીના ઘરે આવી ગઇ હતી. આ દરમિયાન યુવતીના પરિવારજનો ફરી યુવકના ધોકા-તલવાર લઇને પહોંચી ગયા હતા અને ધમકી આપી હતી.
સમગ્ર બનાવ અંગે સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.






