લોથલમાં 15 ફૂટ ઊંડા ખાડામાં માટીના સેમ્પલ લેવા ઉતરેલા બે મહિલા અધિકારી દટાયા, એકનું મોત
ધોળકાના લોથલમાં માટીના સેમ્પલ લેવા ઊંડા ખાડામાં ઉતરેલા બે મહિલા અધિકારી દટાયા હતા જેમાંથી એક મહિલાનું મોત થ

ધોળકાના લોથલમાં માટીના સેમ્પલ લેવા ઊંડા ખાડામાં ઉતરેલા બે મહિલા અધિકારી દટાયા હતા જેમાંથી એક મહિલાનું મોત થયું છે.લોથલમાં દિલ્હી અને ગાંધીનગરની ટીમ રીસર્ચ માટે ગઇ હતી આ દરમિયાન મોટી દુર્ઘટના બની હતી.
માટીના સેમ્પલ લેવા ઉતરેલા મહિલા અધિકારી દટાયા
ધોળકાના હડપ્પા સંસ્કૃતિનું આવેલું લોથલમાં દિલ્હી અને ગાંધીનગરની ટીમ રીસર્ચ માટે આવી હતી. 15 ફૂટથી વધુ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી માટીના સેમ્પલ લેવા માટે નીચે ઉતર્યા હતા. આ દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડતા બન્ને મહિલા અધિકારીઓ માટી નીચે દબાઇ ગયા હતા.
આ ઘટનામાં એક મહિલા અધિકારીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય એક મહિલા ઊંડા ખાડામાં માટી નીચે દબાયેલા હોવાની જાણ થતા જ પોલીસ તેમજ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. બન્ને મહિલા અધિકારીઓને બહાર કાઢવામાં આવતા એક મહિલા અધિકારીનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે અન્ય એક મહિલાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: સુરત નજીક હાઈ વે ચીચીયારીઓથી ગુંજ્યો, લક્ઝરી બસ ખાડીમાં ખાબકી, પતરાં ચીરીને 40 મુસાફરોના રેસ્ક્યૂ કરાયા
મહત્ત્વપૂર્ણ છે કે ગાંધીનગરથી દિલ્હીના ચારથી વધુ અધિકારીઓને લઇને સરકારી ગાડી લોથલ ગઇ હતી. મૃતક મહિલા દિલ્હીના હોવાનું જાણવા મળે છે.






