મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં ચાલુ ક્લાસે મારામારી, ધોરણ 10ના વિદ્યાર્થીએ સહાધ્યાયીને છરીના ઘા ઝીંક્યા

ગુજરાતમાં લૂંટ, મારામારી સહિત ઘટનાનો સામે આવતી હોય છે, ત્યારે રાજકોટમાં ચોંકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ

રાજકોટમાં ચાલુ ક્લાસે મારામારી, ધોરણ 10ના વિદ્યાર્થીએ સહાધ્યાયીને છરીના ઘા ઝીંક્યા

ગુજરાતમાં લૂંટ, મારામારી સહિત ઘટનાનો સામે આવતી હોય છે, ત્યારે રાજકોટમાં ચોંકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ વાઈરલ થયા છે. જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીએ શાળામાં છરી લઈને પહોંચ્યો હતો અને સહપાઠી વિદ્યાર્થીને છરીના ઘા ઝીંક્યા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે, ત્યારે પોલીસે ઘટનાની નોંધ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી.

15 વર્ષીય વિદ્યાર્થી શાળામાં છરી લઈને પહોંચ્યો, સહપાઠીના હાથમાં ઘા ઝીંક્યા

મળતી માહિતી મુજબ, રાજકોટના રેલનગરની આશીર્વાદ શાળામાં ધોરણ 10માં ભણતો 15 વર્ષીય વિદ્યાર્થી છરી લઈ પહોંચ્યો હતો. સ્કૂલબેગમાં છરી લઈને ગયેલા સગીરે તેના સહપાઠીના હાથમાં છરીના ઘા ઝીંક્યા હતા. ઘટનામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યારે સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. 

વાઈરલ વીડિયોમાં જોવા મળે છે કે, શાળાના ક્લાસરૂમમાં કેટલાક વિદ્યાર્થીઓ બેઠા છે. જેમાં એક વિદ્યાર્થી પોતાની બેગમાંથી અનાચક છરી નીકાળે છે. ત્યારબાદ છેલ્લી બેંચે બેઠેલા એક વિદ્યાર્થી પાસે જાય છે અને કઈક વાતચીત કરીને ઝપાઝપી કરતો નજરે ચડે છે. આ દરમિયાન છેલ્લી બેંચે બેઠેલા વિદ્યાર્થીના હાથમાં છરી વાગે છે. ત્યાર બાદ તા છરી લઈને આવેલો વિદ્યાર્થીને છરી ત્યાંજ મુકીને ભાગી જાય છે. જ્યારે અન્ય એક સીસીટીવીમાં શાળાના સંચાલક દ્વારા વિદ્યાર્થીની બેગ તપાસ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. 

રાજકોટમાં રેલનગરની આશીર્વાદ સ્કૂલમાં ધોરણ 10માં ભણતો વિદ્યાર્થી ક્લાસમાં રોફ જમાવવા છરી લઈને આવ્યો હતો. સ્કૂલ બેગમાં છુપાવીને છરી લઈને ક્લાસમાં આવ્યો હતો. તે પોતાના સહાધ્યાયીઓમાં રોફ જમાવવા દરમિયાન એક વિદ્યાર્થીને છરી વાગી ગઈ હતી. સમગ્ર મામલે સ્કૂલ સંચાલકે નિવેદન આપતા કહ્યું કે, છરીને લીધે એક વિદ્યાર્થીને ઈજાઓ પહોંચી છે. ક્લાસરૂમમાં છરી લાવી ભય ઉત્પન્ન કરનાર છાત્રને સ્કૂલમાંથી લિવિંગ આપી કાઢી મૂકવામાં આવ્યો છે.
મજાક મસ્તી અને ધાક બેસાડવા આવેલા છાત્રને તાત્કાલિક સ્કૂલમાંથી કાઢી દાખલો બેસાડવામાં આવ્યો છે. આ સાથે તેમણે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને  હોસ્પિટલમાં દાખલ હોવાની વાત અફવા હોવાનું જણાવ્યું હતું. 

આ સમાચાર શેર કરો